ડાંગના ડોન હિલ સ્ટેશન પાસે ના વિસ્તારમાં રાજુભાઈ દ્વારા ફિલ્ડ વર્ક દરમિયાન સૌપ્રથમવાર હરડેના ઝાડ ઉપર જંગલી કેળ જેને ડાંગી ભાષામાં "ચવ" તરીકે ઓળખાય છે જે મળી આવ્યું હતું. કુદરતની આવી કરામત જોઈને તેમને તે ફોટોમાં કંડારી દીધી હતું. આપણું દક્ષિણ ગુજરાત ગ્રુપના અને એન્વાયરમેન્ટ એન્જિનિયર એવા અમિતભાઈ રાણા ડાંગ જિલ્લા ઉપર પ્રકૃતિ અને જૈવ વિવિધતા પર અભ્યાસ કરી રહ્યા છે તેમને બતાવતા તેઓએ જણાવ્યું હતું કે, પક્ષીઓ અને પ્રાણીઓ વનસ્પતિ ખાય છે . ત્યારે બીજ તેમના શરીરમાં જાય છે અને ન પચેલા બીજ પક્ષીઓની આધાર (હગાર) સાથે અને પ્રાણીઓના મળ સાથે જમીન પર પડે છે અને ફેલાઈ છે. આવી રીતે જ કોઈ પક્ષી દ્વારા જંગલી કેળાના બીજ કે ફળ ખાધા બાદ હરડેના વૃક્ષના થડના ના કાણામાં ફસાઈ ગયું હશે અને તેમાંથી ચવ નો છોડ નીકળ્યો છે તેમ જણાવ્યું હતું. ડાંગમાં આજે જે ગાઢ વન વિસ્તાર આનું કારણ છે.બીજના ફેલાવાથી વનસ્પતિના એક જ સ્થળે ગીચતા થતી અટકે છે. વનસ્પતિ તેમના સૂર્યપ્રકાશ પાણી અને પોષક દ્રવ્ય મેળવવાની હરીફાઈ અટકે છે અને વિકાસ સારો થાય છે. એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહત માં બહોળો ફેલાવો કરવાની તક મળે છે. આમ આ પ્રકારની ક્રિયા ને બીજ નું સ્થાનાંતર કહેવાય છે એ પર્યાવરણ માટે લાભદાયી છે.
No comments:
Post a Comment